ડીસાના રાજપુરમાં રહેતાં જેતસીભાઇ પથુભાઇ સિસોદીયાના નિવાસસ્થાનેથી (ગામડી) માં આવેલ રાયક માતાજી (બાણેશ્વરી માતાજી) ના મંદિરે વાજતે-ગાજતે સંઘનું પ્રસ્થાન કરાયું હતું.
જેમાં ભાવિક ભકતો પગપાળા યાત્રા સંઘમાં જોડાયા હતા. જ્યારે સમસ્ત સિસોદીયા પરિવાર તરફથી ત્રણ હનુમાન રોડ પર આવેલ ભારથીનગરમાં યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.
જ્યારે પગપાળા યાત્રા સંઘમાં ભક્તિભાવ સાથે ભક્તો ડી.જે. ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ધવલભાઇ સિસોદીયા, સુરેશભાઇ સિસોદીયા, દશરથભાઇ સિસોદીયા, કંકુબેન સિસોદીયા, સંજયભાઇ સિસોદીયા, ભરતભાઇ સિસોદીયા અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.