સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘ લી.ના પટાગણમા લીંબડી,ચુડા,લખતર, ધ્રાગધ્રા,દસાડા તાલુકાના પશુપાલકો માટે જીલ્લા કક્ષાની શિબિર યોજાઈ આ શિબિરમાં લગત તાલુકામાથી મોટી સખ્યામા પશુપાલકો એ ભાગ લીધો હતો. શિબિરમા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હિતેન્દ્રસિહ ચૌહાણ, જીલ્લા ભાજપ મહામત્રીશ્રી ધીરૂભાઈ સિઘવ, ખેતી બેન્કના ચેરમેન તથા સુરસાગર ડેરી, વઢવાણના ડિરેકટરશ્રી મગળસિંહ પરમાર, ડિરેકટરશ્રી વાલાભાઈ ભરવાડ, ડિરેકટરશ્રી નરેશભાઈ મારૂ, લીબડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ કરશનભાઈ અલગોતર, પૂર્વ ડિરેકટરશ્રી ગેલાભાઈ ભરવાડ, રણછોડભાઈ ડાગર, રૂપાભાઈ ભરવાડ, દેવાભાઈ રબારી લખતર ડિરેકટરશ્રીના પ્રતિનિધી ભરતસિહ ઝાલા, માલઘારી સેલના કન્વીનર જીવાભાઈ ભરવાડ,સુરસાગર ડેરીના એમ.ડી.શ્રી ગુરદિતસિંગ, જીલ્લા સહકારી સઘના સી.ઈ.ઈ. વિનુભાઈ પટેલ,શ્વેતાબા રાઠોડ ની વિશેષ ઉપસ્થિતી હતી.શિબિરમા તજજ્ઞો ઘ્વારા આદર્શ પશુપાલન, પ્રજનન, સુરસાગર દાણ, દૂધ સંઘ તથા સરકારશ્રીની વિવિઘ સહાયકારી યોજનાઓ વિશે ઉડાણ પૂર્વક માહિતી આપી હતી.શિબિરમા મરણોતર સહાય યોજનામા મૃત્યુપામનાર ૦૯ પશુપાલકોના વારસદારોનેરૂા.૪૫,૦૦૦ – લખે રૂા.૪,૦૫,૦૦૦/– વિમા સહાય ચુકવવામા આવી હતી.લીબડી,ચુડા,લખતર,ધ્રાગધ્રા અને દસાડા તાલુકા પૈકી સૌથી વધુ દૂધ ભરનાર પાચ મહિલા પશુપાલકોનુ સમ્માન કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.આ તબકકે સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે ગ્રાહકોને ચુકવવામા આવતા દૂધના ભાવમા રૂા.૩પ- નો વધારો કરી રૂા.૭૭૦/- કરવાની જાહેરાત કરી હતી. જે ઉનાળામા પશુપાલકોને આશીવાદરૂપ સાબિત થશે.