પાવીજેતપુર પોલીસ દ્વારા અકસ્માત નિવારવા વાહનોને રેડિયમ પટ્ટી લગાડાઈ
પાવીજેતપુર પોલીસ દ્વારા રસ્તા પર અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો લાવવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચાલતા વાહનોમાં રાત્રિ દરમિયાન દ્રશ્યમાનતા વધારવા માટે રેડિયમ પટ્ટી લગાવવાનું અભિયાન શરૂ કરાયું છે. પી આઈ રાણા અને પોલીસ ટીમ દ્વારા ખાસ કરીને ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને અન્ય મોટા વાહનોમાં રેડિયમ સ્ટ્રિપ લગાવી અને લોકોમાં ટ્રાફિક સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. રાત્રે વાહનો ઓછા પ્રકાશમાં દ્રશ્યમાં આવે તે માટે રેડિયમ પટ્ટીઓનું મહત્વ વિશિષ્ટ હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. પાવીજેતપુર પોલીસે ગામના વિવિધ માર્ગો પર જઈને વાહનચાલકોને રેડિયમ પટ્ટી લગાવવાની મહત્વતા સમજાવી અને નિઃશુલ્ક રેડિયમ પટ્ટીઓનું વિતરણ કર્યું હતું. આગામી દિવસોમાં માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવાનો પોલીસનો સંકલ્પ છે.
આમ, પાવીજેતપુર પોલીસ દ્વારા વાહનોની પાછળ રેડિયમ પટ્ટી લગાડી અકસ્માતો ટાળવા માટેનો સક્રિય પ્રયાસ કરવામાં આવ્યો હતો.