નવાગામમાં દારૂબંધી માટે રજૂઆત: દારૂબંધી માટે આખું ગામ એક થયું છતાં નબીરાઓ દ્વારા દારૂનો ધંધો ચાલુ, પોલીસને આવેદનપત્ર આપી સંપૂર્ણ દારૂબંધી કરાવવા માગ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના નવાગામમાં ગ્રામજનોએ એકત્ર થઈ સંપૂર્ણ દારૂબંધી કરવાનો નિર્ણય અગાઉ કર્યો હતો. પરંતુ ગામના કેટલાક માથાભારે તત્વોએ ફરીથી દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો શરૂ કરતા ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને આવેદનપત્ર આપી સંપૂર્ણ દારૂબંધી કરાવવા માંગ કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદે આવેલા ડીસા તાલુકાના નવાગામમાં અગાઉ ગ્રામજનોએ ગામના મુનિ મહારાજને ત્યાં એકત્ર થઈ સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ગામના કેટલાક અસામાજિક તત્વોએ ફરીથી ગામમાં દારૂ ગાળવાનો તેમજ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. જેથી ગામમાં સજ્જન લોકો તેમજ માતા બહેનોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે.