ટીબીને હરાવી ગુજરાતને ટીબી મુક્ત કરવાના અભિયાનના અગ્રણી બન્યા છે આગિયોલના જયેશભાઇ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગિયોલ ગામના જયેશભાઈ મહેતા ટીબી ચેમ્પિયન તરીકે મમતા ફાઉન્ડેશન સાથે સંકળાઇ ભારતને ટીબી મુક્ત બનાવવા ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે.
જયેશભાઈ જણાવે છે કે તેઓ પોતે શિક્ષણ સાથે સંકળાયેલ છે. ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. એકાએક તેમના વજનમાં ઘટાડો થતાં ઘણા બધા ટેસ્ટ કરાવ્યા પરંતુ કારણ મળ્યું નહીં. સમય જતા એક મિત્રએ મને ટીબી ટેસ્ટ કરાવવા કહ્યું પરંતુ ટીબીના સામાન્ય લક્ષણો જેવા કે ઝીણો તાવ, ઉધરસ રહેવી, શરીરમાં કળતર થવી જેવું મને કશું થતું ન હતું તેથી મેં તેમની સલાહ અવગણી. અંતે ટીબી ટેસ્ટ કરાવ્યો. જેમાં સ્ફૂટમ અને એક્સરે કરાવતા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મને ચિંતા થઈ કે હવે મારું શું? ક્ષય એટલે સામાન્ય રીતે નાશ પામવું, ટીબીના દર્દી બચતા નથી તેવી એક માનસિક ગ્રંથિ હતી. આપણા મહાન શંકરાચાર્ય, રામાનુજન જેવા મહાન વ્યક્તિઓ ટીબીના કારણે ૩૨ થી ૪૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. આ સમયે પરિવારની ચિંતા, મારો દસ વર્ષનો બાબો જેને હું મારી આસપાસ પણ નહોતા આવવા દેતો. સતત ચિંતા રહેતી તેવા સમય વીરાવાડા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક થયો ડો. વ્યાસ સંપર્ક થતા તેમની જણાવ્યું કે પહેલા તો ચિંતા કરવાનું છોડી દો. પોઝિટિવ બની આરોગ્યની કાળજી લો સમયસર દવાઓ લો.
વધુમાં તેઓ જણાવે છે કે, છાયડામાં બેઠા હો ત્યાં સુધી છાયડા ની કિંમત નથી હોતી જીવનની પણ તેવી જ સ્થિતિ છે જ્યાં સુધી કોઈ એવી ઘટના ન બને ત્યાં સુધી આપણને પણ જીવનની કિંમત સમજાતી નથી. જીવનની કિંમત આ સમયે હું ખૂબ જ સારી રીતે સમજ્યો અને ડોક્ટરના સૂચનો મુજબ દવાઓ લેવાની શરૂ કરી
સરકાર આપણા માટે કેટલી ચિંતા છે તેની જાણ ટીબી થયા પછી થઈ. દવા સમયસર લેવાની અને દવાના પત્તા પાછળ જે નંબર હોય તે નંબર પર મીસકોલ કરવાનો હોય છે. જો તમે કોલ કરવાનું ચુકી જાઓ તો સામેથી ફોન આવી જાય છે. પરીવાર કરતા પણ વધુ કાળજી આરોગ્ય વિભાગના અજાણ્યા કર્મીઓ લે છે.
ટીબી ચેમ્પિયન તરીકે આજે વાત કરતા આનંદ સાથે જણાવું છું કે મને ડોક્ટરએ છ મહિનાનો કોર્સ કીધો હતો ત્યારે તેમને મને જણાવ્યું હતું કે શરૂઆતમાં પેશાબ્માં તકલીફ, પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યા નળશે પરંતુ તમારે ગભરાયા વગર દવા ચાલુ રાખવાની છે એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા પછી મને આ તકલીફો બંધ થઈ ગઈ. મારા વજનમાં સુધારો થવા લાગ્યો અને મારો ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો.
આજીવન જેના થકી બચ્યું છે તે સરકાર સમાજનું મારી ઉપર ઋણ છે જે અદા કરવા આજે હું આ જગ્યા ઉપર ટીબી ચેમ્પિયન તરીકે કામગીરી કરી રહ્યો છું. સમાજમાં ટીબી જાગૃતિ લાવવા અને મારા થકી કોઈ પ્રેરણા લઈ ટીબી મુક્ત બની તે માટે હર હંમેશા હું કામગીરી કરતો રહીશ. આપણી સૌ ભેગા મળી 2025 સુધીમાં ભારતને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા આપણાથી બનતા તમામ પ્રયત્નો કરીએ સરકાર જે કરી રહી છે તેના સહભાગી બનીએ ભારતને ટીબી મુક્ત બનાવીએ.