પ્રાપ્ત વિગત મુજબ શેરડી કટીંગ શરૂ થતાં જ ખેતરો ખાલી થઈ રહ્યા છે જેને લઈ જંગલી વન્ય પ્રાણી દીપડા ધીરે ધીરે રહેણાંક વિસ્તાર તરફ શિકારની શોધમાં આવી રહ્યા છે અને અવારનવાર ગામમાં વહેલી સવારે તેમજ રાત્રી દરમિયાન દીપડાઓ બિનદાસ્ત ફરતા નજરે પડી રહ્યા છે બે દિવસ પહેલા પણ મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાં એક કદાવર દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો જે જોઈ વાહન ચાલકે તાત્કાલિક ગાડીને રોડની સાઈડ પર કરી હતી અને લટાર મારતા દીપડાને મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કર્યો હતો જોકે ત્યારબાદ થોડી સેકન્ડો બાદ દીપડો ખેતરાડી વિસ્તાર તરફ પલાયન થઈ ગયો હતો ગામમાં દીપડો ફરતો હોવાની વાત વાયુવેગે ફેલાતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને વન વિભાગને પાંજરું ગોઠવી દીપડાને ઝબ્બે કરવા રજુઆત કરી હતી.
મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાં કદાવર દીપડો રહેણાંક વિસ્તારમાં રાત્રી દરમિયાન બિનદાસ્ત ફરતો નજરે પડ્યો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_ebb2045366079afcc044494b38144393.jpg)