હિંમતનગર ના પરબડા પંચાયત ની હદ માં આવેલ સર્વે નંબરૉ કે જે પરબડા થી બાયપાસ રોડ પર જતા રોડ ની સાઈડ માં આવેલ છે, જ્યાં ની જમીન સરકારી ખરાબો ફેન્સીન્ગ તાર મારી દબાવવા માં આવી છે, ફેન્સીન્ગ એક દમ કાળી પટ્ટી ડામર રોડ ની નઝીક મારી દેવામાં આવી છે, આ દબાણ થી રોડ ઉપર થી પસાર થતા વાહનો ને હાલાકી પડે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, હાલ આ દબાણ બે ખેતરો માં બાંધકામ શરુ કરી તાર ની ફેન્સીન્ગ મારી ને કરવામાં આવ્યું છે, આ લોકો એ કરેલ દબાણ ના લીધે તેની દેખા દેખી આસપાસ ના જમીન માલિકો પણ દબાણ કરે તો નવાઈ નહિ, તે સિવાય એમ. એચ. કે. મોલ ની પાછળ ની સાઈડ પણ સરકારી જગ્યામાં કોટ કરી પાકી ઓરડી બાંધી દેવામાં આવી છે તેમજ માર્જિન ની જગ્યા પર પણ મસ મોટુ બાંધકામ ઠોકી બેસાડવામાં આવ્યું છે, અને આ બધુ પંચાયત ની રહેમ નઝર હેઠળ થતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પંચાયત ના તમામ સ્ટાફ નો રોજ નો આવવા જવા માટે નો રસ્તો આજ છે તેમની નઝર સમક્ષ દબાણ થઇ રહ્યું હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, આ દબાણ ના લીધે પરબડા ગામ ના લોકો પણ હેરાન છે, પરંતુ દબાણ કરનાર લોકો પણ ગામ ના જ હોવાથી જાહેર માં બોલવા તૈયાર નથી.હવે જોવું રહ્યું પંચાયત આ વાત ને ધ્યાને લઇ દબાણ દૂર કરશે કે નહિ તેના પર ગામ ના લોકો મીટ માંડી બેઠા છે. એક સામાજિક કાર્યકર્તા એ જાહેર હિત ની અરજી દાખલ કરવા સુધીની પણ વાત કરી છે, હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલી સફાળી જાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰিমগঞ্জত চিবিআইৰ দুজন ভুৱা বিষয়াক গ্ৰেপ্তাৰ
বৃহস্পতিবাৰে কৰিমগঞ্জ জিলাৰ দুটা ভিন্ন অঞ্চলৰ পৰা দুজন ভুৱা চিবিআই বিষয়াক ধন দাবীৰ অভিযোগত...
Shashi Tharoor looks forward to attend PM Modi's Vande Bharat launch in Kerala as…
Congress MP Shashi Tharoor on Wednesday said he looks forward to attend the launch of...
Railway track jam: Farmers ने रेलवे ट्रैक किए जाम | Farmers Protest | N18B | Shambhu Border |Punjab
Railway track jam: Farmers ने रेलवे ट्रैक किए जाम | Farmers Protest | N18B | Shambhu Border |Punjab
হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ অধীনত ১০ আৰু ১১ আগষ্টত চৰাইদেউ জিলাত বিভিন্ন প্ৰতিযোগিতাৰ আয়োজন
ভাৰতবৰ্ষৰ স্বাধীনতাৰ ৭৫ বছৰ সম্পূৰ্ণ হোৱা উপলক্ষে দেশজুৰি উদযাপন কৰি থকা "আজাদী কা অমৃত মহোৎসৱ"ৰ...
વડોદરા: મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલીની બેન અગ્રવાલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ ની બદલી સુરત મ્યુ. કમિશ્નર તરીકે...