મહિલા દિવસ નિમિત્તે રોટરી ડિવાઈન અને દિવા સલુન દ્વારા વર્કશોપ..
રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને દિવા સલૂન એકેડેમી દ્વારા વુમન્સ ડે નિમિત્તે “સેલ્ફ મેકઅપ “અને “ સ્કીન કેર “ ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્યુટીશ્યન ફાલ્ગુનીબેન ઠક્કર દ્વારા સ્કીનકેર માટેની ટીપ્સ અને સેલ્ફ મેકઅપ કરતા શીખવ્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પ માં 22 મહિલાઓને ભાગ લીધેલો હતો, આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ , પ્રમુખ ડૉ.બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુનીબેન ઠક્કર ડો.વર્ષાબેન ,ડો.અવનીબેન ધર્મિષ્ઠાબેન ,ડો.જીગીશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર દેખાવ માટેની ટીપ્સ લીધી હતી અને કાર્યક્રને સફળ બનાવ્યો હતો..