ગુનાની વિગત-*

               તા.૦૯/૧૦/૨૦૨૨ ના કલાક-૨૩/૦૦ થી તા.૧૦/૧૦/૨૨ કલાક-૦૧/૦૦ વાગ્યા વચ્ચેના કોઇ

પણ સમયે રાજુલા, ખેતાગાળા વિસ્તારમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીનો ઓશીકા નીચે રાખેલ વીવો કંપનીનો દુધીયા કલરનો T 1 Pro મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- નો ચોરી લઇ ગયેલ હોય જે અંગે રોહીતભાઇ ભુપતભાઇ સોલંકી રહે.રાજુલા જિ.અમરેલીનાઓએ સીટીઝન પોર્ટલમાં ’’E-FIR’’ દાખલ કરેલ જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦ ૯૦૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ

-૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

             ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને

શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

             જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.૦૩/૧૦/૨૨

નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.નાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી

અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોબાઇલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલેલ છે. 

 *પકડાયેલ આરોપીની વિગત-*

(૧) પ્રવિણભાઇ કેશુભાઇ ચૌહાણ (દેવીપુજક) ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.રાજુલા ખેતાગાળો શાખડાની ધાર તા.રાજુલા જી.અમરેલી

*કબ્જે કરેલ મુદામાલ-*

(૧) વીવો કંપનીનો દુધીયા કલરનો T 1 Pro મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦/-નો મુદામાલ

*શોધાયેલ ગુન્હાઓ-*

રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-

૧૧૧૯૩૦૫૦૨૨૦૯૦૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ*

આરોપી અગાઉ રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૦૧૦૯૧/૨૨ પ્રોહી કલમ-૬૫(એ) (એ) મુજબના ગુન્હામાં પકડાયેલ છે.

*સારી કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ*

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ શ્રી એ.એમ.રાધનપરા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા ટાઉન બીટના ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ભરતસિંહ લાખાભાઇ ગોહીલ તથા લોકરક્ષક ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહીલ તથા લોકરક્ષક રેનીશભાઇ વિનોદ ભાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.