સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો જીવ ભયમાં મુકાઈ ગયો હતો અને કરેલી પાક ની લણણી પર પાણી ફરી વળ્યું હતું તો બીજી તરફ  શનિવારે સાંજે આકાશમાં કાળા ડિબાંગ જેવા વાદળો છવાયા હતા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના લીધે વાહનચાલકો અટવાયા હતા.

ફાગણે અષાઢ થયો હોય એમ શનિવારે સાંજના સુમારે પવન સાથે ધોધમાંર વરસાદ પડ્યો હતો જેના લીધે ખેડૂતોએ કરેલી ચાર મહિના મહેનત પાર પાણી ફરી વળ્યાં હતા અને પવન ફૂંકવાને લીધે કેટલુક તો ઉડી ગયું હતું, તો કેટલુંક વરસાદને લીધે પલળી ગયું હતું જેના લેધે ખેડૂતનો જીવ અધ્ધતાલે થઇ ગયો હતો 

તો બીજી તરફ ઘઉં,વરિયાળી,જીરું અને મકાઈના પાકનો સોથ વળી ગયો હતો વરસાદને લીધે ઘઉંના પાકને વધુ નુકસાન થવા પામ્યું હતું આ જગતના તાત ને કુદરતે પડતા ઉપર પાટું માર્યું હોય તેમ જોવા મળ્યું હતું