રાજકોટ : મુંજકા ગામના છેડે મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લોઅર ઇન્‍કમ ધરાવતા 784 પરિવારો માટેની આવાસ કોલોનીની જાહેરાત 2017માં થઈ હતી. જે બાદ 2017માં ડ્રો પણ થયા હતા.અને આસામીઓએ આવાસના પુરેપુરા રૂ.5.50 લાખ ભરી દીધા હતા. છતાં પણ આજદિન સુધી આસામીઓને ફ્લેટની ફાળવણી થઈ નથી. આ મામલે આસામીઓએ દ્વારા કલેકટર અને રૂડા તંત્રને આવેદન પત્ર પાઠવી ઉગ્ર શબ્દોમાં પોતાના આવાસની ફાળવણી કરવા માંગ કરવામાં આવી હતી.2020 જાન્યુઆરીમાં પજેશનની તારીખ આપેલ હતી. છતાં ફ્લેટ મળ્યા નથી. 20/072022ના રોજ રૂડા દ્વારા આવાસ યોજનાનું કામ 80% થયું છે તેમ કહ્યું હતું. અનેક રજૂઆત કરતાં રૂડાના અધિકારી ત્રણ ત્રણ મહિનાના વાયદા આપેલ છે. જેનો હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. 5 જાન્યુઆરી 2022ના રોજ રૂડાના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ એવો વાયદો આપ્યો હતો કે 31/03/2022ના રોજ આવાસની સૌપણી કરી દેવામાં આવશે.

માર્ચ મહિના પછી હવે જ્યારે રૂડામાં જઇએ તો એવું કહેવામાં આવે છે કે 15 દિવસમાં સોંપણી થઇ જશે પરંતુ આજ સુધી ફાળવણી થઈ નથી. કોન્ટ્રાકટર સાથે ચર્ચા થતાં અમને એવું જણાવવામાં આવેલ છે કે કામ પરિપૂર્ણ થતાં 3 થી4 મહિના લાગશે. આમ રૂડાના અધિકારી અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાઠ થઈ ગઈ છે. જેથી અમારી રજૂઆત છે કે જે રીતે રૂડાના અધિકારીઓએ 12% વ્યાજ લીધેલ છે એજ રીતે અમોને રૂડા આવાસના લાભાર્થીને અમારો ફ્લેટ આપો અથવા તો રૂડા દ્વારા 12% વ્યાજ લેખે મકાન ભાડું ચુક્વવામાં આવે.