ગાંધીધામ ની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા મહિલા સફાઈ કામદારોની આરોગ્ય તપાસણી કરી મીઠાઈ નું વિતરણ કર્યું
ગાંધીધામમાં આવેલી મુસ્કુરાટ સંસ્થા દ્વારા ઘણા સમયથી લોકસેવાના કર્યો કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી કુદરતી આફતો કોરોના કાળ માં આરોગ્ય વિષયક સેવાઓ તેમજ ગ્રી અને જરૂરિયાત મંદ લોકોને ગરમ કપડાં ,મીઠાઈ તેમજ શાળાના બાળકોને પુસ્તકો વગેરે મફત માં વિતરણ કર્યા બાદ ફરી અંજલિ સિંઘ અને સ્મિતા સિંઘની "મુસ્કુરહાટ" સંસ્થા દ્વારા દરેક દર્દની સ્મિત સાથે ઈલાજ થાય તે માટે અને આદરણીય વડાપ્રધાનના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવના સ્વપ્નને સાકાર કરવા શુક્રવારે ગાંધીધામ નગરપાલિકાના સહયોગથી "પ્લાસ્ટિક મુક્ત ભારત" તરફ એક ડગલું આગળ વધતા આ પ્રસંગે મહિલા દિવસ ના ભાગરૂપે નગરપાલિકાની મહિલા સફાઈ કામદારો માટે નિષ્ણાત ડોકટરો દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને મહિલાઓને સાડીઓ અને ડ્રાય ફ્રુટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું , જેમાં 50 થી વધુ મહિલા સફાઈ કામદારોના દાંતની તપાસ ડો. વૈભવ શર્મા દ્વારા કરવામાં આવી હતી અને સાંધાના દુખાવાનું નિદાન ડો. ભિખેશ મહેતા દ્વારા કરાયું હતું.....
આ કાર્યક્રમમાં સ્મિતા સિંહ, કુસુમ મહેતા, સેનેટરી ઓફિસર મનોજપવાણી, ચીફ ઓફિસર દર્શન ચાવડા, પુનીત દૂધરેજા, બળવંતભાઈ ઠક્કર, વિજયસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા...