તારાપુર મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તારાપુર અને ખંભાત તાલુકાના પીવાના પાણીના પ્રશ્નો અને આયોજન વ્યવસ્થા માટે બેઠક યોજાઇ
તારાપુર તાલુકા અને ખંભાત તાલુકાના ભાલ પંથકમાં પીવાના પાણીના પ્રશ્નો તેમજ આયોજન અને વ્યવસ્થા માટે માનનીય કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી નિરૂપભા ગઢવી, તારાપુર મામલતદારશ્રી પ્રીતિ પટેલ, ખંભાત મામલતદારશ્રી જોષી, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજયભાઇ ભરવાડ તેમજ અન્ય આગેવાનો અને તારાપુર અને ખંભાતના તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ સિંચાઈ પાણી પુરવઠો અને વાસ્મો યોજનાના અધિકારીશ્રીઓ સાથે તારાપુર મામલતદાર કચેરી ખાતે તારાપુર અને ખંભાત તાલુકાના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી
જેમાં મીલરામપુરા, ખડા, વાળંદાપુરા અને મહિયારી ગામોના પીવાના પાણીના પ્રશ્નો અંગે તેમજ આયોજન અંગે તેમજ ખંભાત તાલુકાના આયોજન પાણીના પ્રશ્નો અંગે સંબંધીત સાથે બેઠક કરવામાં આવી
જેમાં આગામી ઉનાળા પહેલા સારી રીતે લોકોને પીવાનું પાણી અને પશુઓ માટે પાણી મળી રહે પાણી પુરવઠા યોજનાની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે અલગ અલગ સૂચનાઓ અને કામગીરી કરવા આણંદ કલેકટર ડી.એસ.ગઢવીએ જણાવ્યુ હતું.
ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો.૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭