ડીસા વિજ કંપની માંથી કોન્ટ્રાકટર માલ ઉઠાવી ગયો. મુદ્દો ચર્ચાસ્પદ બન્યો.. 

ડીસા ઉત્તર ગુજરાત વિજ કંપની માંથી એક કોન્ટ્રાકટર એ ફાળવેલ માલ કરતા વધુ ઉપાડી ગયાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ મામલો સામે આવ્યા બાદ ત્રણ જવાબદાર અધિકારીઓ ને સસ્પેન્ડ કર્યા હતા તો એક ની તાત્કાલિક અસર થી બદલી કરાઈ હતી.

ડીસા ના આખોલ પાસે આવેલ ઉત્તર ગુજરાત વિજ કંપની ની વિભાગીય કચેરી 1,2 આવેલી છે જે ડીસા સહીત ના તાલુકાઓ આ કચેરી ના તાબા મા આવે છે ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકા ના ગામડાઓ મા નવી લાઈન ખેંચવા સહીત ના કામો કોન્ટ્રાકટર ને નિયમ મુજબ આપવામાં આવ્યા હતા ત્યારે આ કોન્ટ્રાકટર ને ફાળવેલ કામ અને મંજુર થયેલ કામ કરતા કચેરી માંથી વધુ માલ લઈ જઈ લાઈનો ઉભી કરી દીધી હોવાનું કચેરી ના અધિકારીઓ ને ધ્યાને આવતા ચોકી ઉઠ્યા હતા અને માલ વધારે સ્ટોક માંથી કઈ રીતે લઈ ગયેલ તે બાબત ની તપાસ કરતા ત્રણ અધિકારી ની બેદરકારી સામે આવતા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ જ્યારે એક અધિકારી ની બદલી કરેલ જોકે બાદ મા કોન્ટ્રાકટર સહીત અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની તેજવીજ હાથ ધરાઈ હતી પરંતુ કોન્ટ્રાકટર રાજકીય વગ નો ઉપયોગ કરતા બનાસકાંઠા ના રાજકીય આગેવાન દ્વારા કચેરીના અધિકારીઓ પર દબાણ લાવતા હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

આ બાબતે ઉત્તર ગુજરાત વિજ કંપની ના અધિકારી નો સંપર્ક કરતા જણાવેલ કે તપાસ ચાલુ છે પૂર્ણ થયે માહિતી મળશે સાથે સસ્પેન્ડ અધિકારીઓ ના નામ પણ આપતાં ઉચ્ચ અધિકારી ફફડી રહ્યા હતા.

જોકે કચેરી માંથી માલ કોન્ટ્રાકટર વધુ લઈ જઈ ગુન્હો કર્યો હોવા છતાં ક્યાં નેતા ના ઈશારે અધિકારીઓ ફરિયાદ આપતાં ફફડી રહ્યા છે તેને લઈને ખુદ કચેરી મા પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે..