અમદાવાદ
શહેરના ઇસનપુર વિસ્તારમાં સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી સોનાના વેપારી સાથે બે ભાઇઓએ 25 લાખની ઠગાઇ કરી પલાયન થઇ ગયા છે. જેમાં બન્ને ભાઇઓએ પહેલાં થોડુ સોનુ સસ્તમાં આપ્યું હતું અને વેપારીનો વિશ્વાસ કેળવી ધીરે ધીરે પૈસા પડાવ્યા હતા. 25 લાખ લઇ સોનુ ન આપનાર ભાઇઓએ વેપારીને વિશ્વાસમાં લેવા ચેક આપ્યો હતો. પરંતુ તે પણ રિર્ટન થયો હતો. જેથી કંટાળી વેપારીએ બન્ને ભાઇઓ સામે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
ઇસનપુર વિસ્તારમાં જોગીદાસ કિશોરકુમાર ભવસ્વામી પરિવરાર સાથે રહે છે અને તેમના જ વિસ્તારમાં સતભાવ ઝવેલ નામની દુકાન ધરાવી સોના-ચાંદીનો ધંધો કરે છે. પાંચ વર્ષ પહેલાં લોનનું કામ કરતા હિમાંશુ શાહ જોગીદાસની દુકાને અવર જવર કરતા હતા. પાંચ મહિના પહેલાં હિમાંશુએ ફેસબુક પર સસ્તા સોનાની જાહેરાત જોઇ હતી અને તે અંગે જોગીદાસને વાત કરી હતી. ફેસબુકની એડ જોઇ તેઓ કચ્છ જિલ્લા ખાતે સોનાની ખરીદી કરવા ગયા હતાં. ત્યાં બે વ્યક્તિ મળ્યા હતા પરંત યોગ્ય ન લાગતા કોઇ વાત ચીત ન કરી પરત આવી ગયા હતા. પછી જોગીદાસે તેના વર્ષો જુના મિત્ર ફિરોજ પઠાણને સસ્તા સોના અંગે વાત કરી હતી. ત્યારબાદ તેમણે તપાસ કરતા કમલ ઠક્કર અને તેનો ભાઇ જય બે નંબરમાં સોનાનું કામ કરે છે અને સોનુ લાવી આપે છે. જેથી હિમાંશુ જોગીદાસ અને ફિરોજ તેને મળવા ગયા હતા. ત્યારે કમલ ઠક્કરે સસ્તામાં સોનાની લાલચ આપી 10 ગ્રામ સોનુ 40 હજારમાં લાવી આપવાની વાત કરી હતી. જેથી હેલા જોગીદાસે 100 ગ્રામ સોનાનો ઓર્ડર આપ્યો હતો અને 4 લાખ રોકડ કમલ ઠક્કરને મોકલ્યા હતા. થોડા દિવસો બાદ કમલ ઠક્કરે 50 ગ્રામ સોનુ મોકલી આપ્યું હતું અને બીજુ સોનુ પછી મોકલશે તેમ કહ્યું હતું. પરંતુ સોનુ ન આવતા તેઓ જય ઠક્કરને મળ્યા હતા. ત્યારે જય ઠક્કરે બાકીના પૈસા પરત કરી દીધા હતા. ત્યારબાદ જય અને કમલ ઠક્કરે દોઢ કિલો સોનુ આવવાનું હોવાથી તે સસ્તામાં આપવાની લાલચ આપી હતી અને આઠ લાખ લઇ જતા રહ્યા હતા. પરંતુ સોનુ ન આવતા તેમણે 8 લાખ પરત આવી વિશ્વાસ કેળવી લીધો હતો. પછી 100 ગ્રામ સોનુ સસ્તા ભાવે આપ્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે સોના માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ સોનુ આવ્યું ન હતું. જેના બદલે બન્નેએ આપ્યા હતા. પરંતુ તે પણ રિર્ટન થયા હતા. જેથી જોગીદાસ છેતરાયાનો અહેસાસ થતા આ મામલે કમલેશ મનસુખભાઇ ઠક્કર અને જય ઉર્ફે જગદીશ મનસુખભાઇ ઠક્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.