સુરત જિલ્લા અને તાપી જિલ્લા ને જોડતા ધામખડી થી બહેડારાયપુરા બુહારી તરફ જતા રસ્તાનું અધૂરું કામ પૂર્ણ કરવાની બાબતને લઈને મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચારથી પાંચ મહિના પહેલા મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેના અનુસંધાન માં ગ્રામજનો સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું છતાં આ બાબતે કોઈ સમાધાન થયેલ નથી જેથી આ બાબતે તા.30.03.2023 સુધીમાં રસ્તાના કામનું સમાધાન નહીં થાય તો 01.04.2023 ના રોજ મહુવા તાલુકાના ધામખડી ખાતે ચક્કાજામ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.