સમગ્ર વિશ્વમાં 24મી માર્ચના દિવસને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં 24મી માર્ચના વર્લ્ડ ટીબી ડે ને અનુલક્ષીને સમગ્ર વિશ્વમાં ટીબીના રોગોને નાથવા અને ટીબીને વિશ્વમાંથી નેસ્ત નાબૂદ કરી ટીબી ના દર્દીઓને બચાવવાના જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો 24મી માર્ચના રોજ યોજાય છે જેને અનુલક્ષીને 24 મી માર્ચે યોજાનાર વર્લ્ડ ટીબી ડે ના જાગૃતિ અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ 16/03/2023 ના રોજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતેથી હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી અંગેની જાગૃતિ ફેલાવવા તેમજ 24મી માર્ચે યોજાનાર વર્લ્ડ ડીબી ડે ને અનુલક્ષીને એક રેલીનું આયોજન કરાયું હતું જે રેલીને હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલી ટીબી અંતર્ગત જાગૃતિ ફેલાવવા નગરના રાજમાર્ગો પર ફરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, સહિત તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્ટાફે હાજરી આપી હતી.