મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે હાલ સારી રીતે કામગીરી કરી માનવસેવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં કોરોના કાળમાં જે લોકોને તકલીફો પડી છે તે મોતીઘોડા ના વતની રાકેશભાઈ યે નજરો નજર જોઈ અને એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે સમાજસેવા માટે એમ્બ્યુલન્સ વસાવવી છે તો તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને એક એમ્બ્યુલન્સ ખરીદીને સેવા પૂરી પાડી છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે