મહુવા તાલુકાના વસરાઈ ગામના કેતનભાઈ ખેતી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં એક ઘાયલ મોર તરફડીયા મારી રહ્યો હતો અને થોડું ચાલતા જ પડી જતા નજરે પડ્યો હતો ઘાયલ પક્ષીને જોતા કેતનભાઈ દ્વારા મોરને પકડી એમના ઘરે લઈ આવ્યા હતા.અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કોઈપણ અધિકારીઓ બે થી ત્રણ કલાક સુધી ફરકયા ના હતા તો બીજી તરફ રાષ્ટ્રીય પક્ષી મોરની હાલત વધુ ગંભીર જણાય રહી હતી વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોરને લેવા માટેની મોરને મોકલવાની વાતના બે કલાક બાદ પણ કોઈ નહિ ફરકતા આખરે કેતનભાઈને મોરને બચાવવા માટે ભગવાન પુરા ખાતે ફરતું પશુ દવાખાનું ઊભેલું હતું ત્યાં લઈ ગયા હતા જોકે પશુ દવાખાના પાસે કોઈ વધુ સારવારના હોય જેથી વન વિભાગને જાણ કરવા કહેવામાં આવતા મહુવા આર.એફ.ઓ.આશાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ મોરને લેવા માટે આવ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારી ઓએ રાષ્ટ્રીય પક્ષી મોર સામે આટલી બેદરકારી અને નિર્દયતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं