ઈન્દ્રણજ ભાવનાબેન એચ. દવે શૈક્ષણિક કેમ્પસ, ઈન્દ્રણજ ખાતે ભાલ વિસ્તારના અંતરીયાળ ૧૦ ગામડાંઓની શાળાઓનાં અંદાજીત ૪૦૦ થી વધારે ધોરણ-૧૦ નાં વિધાર્થીઓને તારાપુર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા અને રોટરી ક્લબ ઓફ તારાપુરના પ્રમુખ વિકાસભાઈ રાણા, મંત્રી અજયભાઈ ભરવાડ તેમજ કે જે બાઢીવાલા હાઈસ્કૂલના આચાર્ય નીરવભાઈ બાઢીવાલા દ્વારા કેમ્પસનાં પ્રવેશ દ્વાર પર ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેઓને આવકારી, મીઠું મોઢું કરાવી, કંકુ તિલક કરવામાં આવ્યુ. સાથે વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને સામાજીક આગેવાનો દ્વારા વિધાર્થીઓને આવકારમાં આવ્યા.