દામનગર : ગામ હોય ત્યાં પ્રશ્નો હોય દામનગરમાં તો તુટેલા રસ્તા - પાણીનો ભરાવો એ.જ મુખ્ય વિકાસ ગણાય..!!?? ગુજરાતમાં વધુ એક કચ્છ જીલ્લાના નખત્રાણા ગ્રામ પંચાયતને રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપતા નગરપાલિકાની દ્રષ્ટિએ રાજકોટ ઝોન વિસ્તારને વધુ સ્થાન મળતા આઝાદીના અમૃત મહોત્સવ ના દિવસોમાં ખુશી છવાઈ ગઈ છે. ગામડાઓ થી લઈને મેટ્રો સિટીઓનો વિકાસ થાય તે માટે રાજ્ય - કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે,તે જોઈ શકાય છે..!!? ભાવનગર ઝોન વિસ્તારમાં આવતી અમરેલી જીલ્લાના દામનગર નગરપાલિકા ની પ્રથમ ચૂંટણી ૨૦૦૬ ની સાલમાં થઈ ત્યારે ભાજપાની બોડીએ શાસન કરેલ.ત્યાર બાદ ૨૦૧૧ થી ૨૦૨૧ સુધી બે વખત રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ( N.C.P) ના સભ્યોએ શાસન કરેલ.૨૦૨૧ ની સાલમાં ચોથી વખત ચૂંટણીમાં ત્રી પાંખિયા જંગમાં ભા જાપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટક્કર થતા ભા.જ.પ.ના ૨૨ અને કોંગ્રેસના ૨ સભ્યો ચૂંટાઈ આવતા ભા.જ.પ.ની બોડીને દોઢ વર્ષના કાર્યકાળમાં શું વિકાસ વચ્ચે શહેરીજનોને કેટલો સંતોષ છે..!!?? આખા શહેરમાં પેવર બ્લોક તૂટયા ( ઘરે - ઘરે ગેસ પાઈપ લાઈન નું ખોદાણ થયા પછી) હોય નાગરિકો હેરાન પરેશાન છે. નવા પેવર બ્લોક નાખવાની મંજૂરી મળી ગઈ છે,અથવા તો થઈ જશે. ॥

ત્યાં સુધીમાં તો હાલ ચોમાસુ છે ત્યારે વરસાદી પાણીને કારણે શહેરીજનો પરેશાન છે. આ બંને તસ્વીરો લુહાર શેરી ના સતત અવર - જવર વાળા રસ્તાની તૂટેલી હાલત એટલી બધી ખરાબ છે કે પસાર થવું એટલે દરિયો ઓળંગવા બરાબર જેવું થાય છે.હાલ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની પ્રમુખ પદ માટેની વ્યાપક ચર્ચા છે, !! પણ મુખ્ય સમસ્યા છે તે ઉકેલવા માટે જવાબદાર વ્યક્તિઓ નાગરિકોનો અવાજ સાંભળી ને રાહત થાય તે માટે ત્વરિત કામગીરી શરૂ કરે તો કોઈ નવાઈ નહીં લાગે,શહેરીજનો ને પડતી તકલીફ થોડીક હળવી થશે..