અમરેલી ટાઉનમાથી પેટ્રોલીંગ દરમ્યાન ઘરેલુ ગેસના બાટલામાથી કોમર્સીયલ ગેસના બાટલામા ઇલેક્ટ્રીક મોટર વડે ગેસની ચોરી કરી માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી ભર્યુ કૃત્ય કરનાર બે ઇસમોને કુલ રૂ.૮૬૫૨૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ •

 અમરેલી સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી,સંધી સોસા.ઓપન જેલ પાછળ,હુસૈની ચોકથી નદી તરફ જતા રસ્તા પાસે ભાડાના મકાનમા બે ઇસમોને

 (૧) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગના ગેસ ભરેલા તથા ખાલી અલગ અલગ કંપનીના બાટલા નંગ-૧૦ કી.રૂ.૩૬૦૦૦/- તથા

(૨) રાંધણ ગેસના કોમર્સીયલ ગેસના ગેસ ભરેલા તથા ખાલી અલગ અલગ બાટલા-૧૪ કી.રૂ.૪૩૦૦૦/- તથા

 (૩) બ્લુ કલરનો નાનો ૫ કીલોનો બાટલો નંગ-૦૧ કી.રૂ.૧૫૦૦/-

(૪) ગેસ રીફીલીંગ માટેની ઇલેક્ટ્રીકમોટર નંગ-૦૨ કી.રૂ.૫૦૦૦/- તથા

 (૫) બે ઇલેકટ્રીક વજન કાંટા કી.રૂ.૧૦૦૦/- તથા

 (૬) પ્લાસ્ટીકના સીલ નંગ-૪૦ કી.રૂ.૦૦/૦૦ તથા

 (૭) એક ગેસના બાટલાનું સીલ ખોલવા માટેનું નાનું આગળથી વળેલુ ડીસમીસ જેની કી.રૂ.૦૫/- તથા

(૮) એક બાટલામાથી બીજા બાટલામા ગેસ બદલી કરવા માટેની લોખંડની ભુંગળીઓ-૦૨ જેની કી.રૂ.૨૦/- મળી કુલ કી.રૂ.૮૬૫૨૫/- ના મુદામાલ

 પોતાના ભાડે મકાન રાખી આજુબાજુમા રહેતા માણસોની જીંદગી જોખમાઇ તે રીતે ઘરેલુ ગેસના બાટલામાથી કોમર્સીયલ ગેસના બાટલામાં ઇલેકટ્રીક મોટર વડે રીફીલીંગ કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમજ ગેસની ચોરી કરતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ખાલીદ અલારખભાઇ શેખ ઉ.વ.૩૫ ધંધો,ઇન્ડેન ગેસના બાટલા ડીલેવરી રહે.અમરેલી,સંધી સોસા.ઓપન જેલ પાછળ,હુસૈની ચોક તા.જી.અમરેલી

(૨) દિનમહમદ યુસુફભાઇ બ્લોચ ઉ.વ.૪૭ ધંધો કેટરર્સ રહે.અમરેલી,સંધી સોસા.ઓપન જેલ પાછળ,હુસૈની ચોકપાસે તા.જી.અમરેલી

કામગીરી કરનાર પોલીસ ટીમ 

અમરેલી સીટી પો,સ્ટે.ના પોલીસ ઇન્સ. ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.આર.એચ.રતન તથા વી.સી.બોરીચા તથા હેડકોન્સ.મહેશભાઇ રાઠોડ,દિનેશભાઇ સરવૈયા,ગૌરવભાઇ પંડ્યા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા પો.કોન્સ જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા,દેવાંગભાઇ મહેતા,અશોકસિંહ મોરી તથા મહીલા પો.કો. માનસીબેન શેખ,અંકીતાબેન ગોહીલ,વી,પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ,

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.