જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા: ડીસા માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ, મોરારીબાપુની કથા માટે રાજ્ય સંઘને ₹5.21 લાખનો ફાળો આપશે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિલ્લા સંઘના પ્રમુખ સંજયકુમાર દવેના અધ્યક્ષ સ્થાને મળી હતી. કારોબારીમાં ડીસા તાલુકાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળીએ ઉપસ્થિત રહી જન પ્રતિનિધિ તરીકે શિક્ષકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી સાથે સાથે શિક્ષકો ઈનોવેટીવ પ્રવૃતિ કરે તેવી અપિલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવે, સંઘના મહામંત્રી પ્રાગજી પટેલ, શાંતિ દેસાઈ, હરેશ દરજી ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં મુખ્ય બાબત પ્રાથમિક શિક્ષકોના તાલુકા, જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. G.P.F ઉપાડ, તફાવત બીલો, C.P.F અનપોસ્ટેડ પરત ચૂકવવા બાબત, B..O ની કામગીરી, પ્રવાસની મંજૂરી, સ્વચ્છતા ગ્રાન્ટ, 5.P. હુકમો, પેશગી પ્રમાણપત્રો, ઉચ્ચક નાંણાકીય સહાય, પનઃસ્થાપન, ડાયટની તાલીમ, શિષ્યવૃતિ તેમજ વ્યકિતગત પ્રશ્નોના નિરાકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.