સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 26મી જૂનના રોજ આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી થવાની છે. જેના અનુસંધાને જિલ્લાભરની  શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 12મી જૂનથી 26મી જૂન સુધી નશામુક્ત ભારત પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ પ્રસંગે જિલ્લાનાની શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે એક મિનિટનો વીડિયો, ચિત્ર-પોસ્ટર સ્પર્ધા, ચિત્રાંકન, કવિતા લેખન, રંગોળી અને માઇમ સ્પર્ધાનું શાળા અને તાલુકા કક્ષાએ આયોજન કરાયુ હતું.  આ ઉપરાંત નશામુક્ત ભારત અંતર્ગત બારડોલીની કેટલીક શાળાઓ દ્વારા જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી તો કેટલીક શાળાઓએ રંગોળી અને માનવ આકૃતિ રચી નો ડ્રગ્સનો મેસેજ વહેતો કર્યો હતો.