બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCL ના વીજ બીલની રકમ ભરપાઇ ન કરાતાં વીજ જોડાણ કાપવામાં આવ્યું...
બાલાસિનોર નગરપાલિકા નું કુલ વીજ બીલની રકમ રૂપિયા ૨ કરોડ ૮૧ લાખ હાલ બાકી છે .જે દોઢ મહિના પહેલાં ૨ કરોડ ૯૬ લાખ હતી.જે અગાઉ MGVCL દ્વારા વારંવાર વીજ બીલ ભરપાઈ કરવા નોટીસ ફટકારી હતી તેમ છતાં વીજ બીલ ભરપાઈ ન થતાં દોઢ મહિના પહેલા પ્રથમ વખત વીજ જોડાણ કાપવાની ફરજ MGVCL ને પડી હતી.જે ટુકડે ટુકડે રકમ ભરપાઈ કરવા નું જણાવ્યું હતું જેમાં દોઢ મહિના માં માત્ર ૧૮ લાખની રકમ ભરપાઈ થતાં MGVCL દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી.
બાલાસિનોર નગરપાલિકા ના અણઘડ વહીવટ નો શિકાર નગરના રહીશો બન્યા છે અને અંધારામાં રહેવિનો વારો આવ્યો છે બીજી બાજુ નગર જણોને ચોરી નો ભય પણ સતાવી રહ્યો છે...
તો હવે જોવાનું એ રહ્યું કે શું નગરપાલિકા કેટલી રકમ ભરીને વીજ પુરવઠો ચાલુ કરાવે છે...