તારીખ 14 /02 /2023 ને મંગળવારના રોજ કલરવ સ્કૂલમાં શાળાના આચાર્યશ્રી શિક્ષક ગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અન્નદાન એ જ મહાદાનનો ઉમદા કાર્ય કરવામાં આવ્યો. આ દિવસને શાળા દર વર્ષે અન્નપૂર્ણા દિવસ તરીકે ઉજવે છે. આ ઉમદા કાર્ય કરવાની પ્રેરણા આપનાર શાળાના આચાર્ય શ્રીમતી ડૉ. કલ્પના જોષીપુરા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી હાર્દિક જોશીપુરા ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું.આજના સમયમાં દરેક માનવી પોતાના જ કાર્યમાં વ્યસ્ત રહેતો હોય છે અને બીજાના માટે સમય હોતો જ નથી અને માત્ર મનોરંજન ની ખાતર ઉત્સવ કરતા હોય છે. તો આવા સમયે વિદ્યાર્થીઓ બીજાના દુઃખોને સમજે અને વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના કેળવાય તેમજ જરૂરિયાતમંદ બાળકોને અન્નની તૃપ્તિ થાય, તે માટે શાળાના શિક્ષક ગણ, વાલીગણ અને વિદ્યાર્થીગણએ સાથે મળીને 3000 જેટલા થેપલા, શાક, બુંદી અને ફૂલવડી બનાવીને ગામડાના બાળકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ કાર્યમાં અસ્તિત્વ ગૃપ અને વાલીઓનો સાથ સહકાર મહત્વનો બની રહ્યો.હાલોલ તાલુકાના કંજરી ગામના આજુબાજુના જરૂરિયાતવાળા વિસ્તારો જેવા કે પાણીયા, નાયક વાસ, પ્રાથમિક શાળા, મધુવન આશ્રમશાળા,ગોપીપુરા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 500 જેટલા બાળકોને અન્નપૂર્ણા ના દિવસે ભોજન પીરસવામાં આવ્યું. આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના વિકસાવવામાં આવી અને આ ઉમદા કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ વાલીશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चराइदेव जिला जेल में चिकित्सा शिविर आयोजित
चराइदेव जिला जेल में चिकित्सा शिविर आयोजित
ડાંગમાં કર્મચારીઓએ પડતર માંગણી ઓથી PM જન્મદિને લીલી પટ્ટી ધારણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો
ડાંગમાં કર્મચારીઓએ પડતર માંગણી ઓથી PM જન્મદિને લીલી પટ્ટી ધારણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો
लोकसभा स्पीकर ओम बिरला ने गृह मंत्री अमित शाह के दावे से उलट दिया ये बड़ा बयान !
गृहमंत्री अमित शाह के राजस्थान में मिशन 25 फेल होने के दावे से उलट लोकसभा स्पीकर ओम बिड़ला ने कहा...
पंचकल्याणक प्रतिष्ठा एवं गजरथ महोत्सव में शामिल हुई पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा
कल्याणक प्रतिष्ठा एवं गजरथ महोत्सव मैं शामिल हुई पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मोहन मिश्रा...
ભરતનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા માતા પુત્રનું મોત.
ભરતનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા માતા પુત્રનું મોત.