જૂનાગઢ જિલ્લા સહિત રાજ્ય ભર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના કાર્યકરો ને મજબૂત કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન આપવાની સાથે કઈ રીતે કાર્ય કરવું અને કઈ રીતે પોતાના ગામડાઓ અને તાલુકાઓમાં રહેલી ટિમો અને બુથો ને મજબૂત કરવા તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સશક્તિ કરણ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું 

માળીયા હાટીના શહેર મુકામે તાલુકા પંચાયત ના સભા ગૃહ માં જિલ્લા ભાજપ ના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગૌવરવ ભાઈ રૂપારેલીયા ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજવામાં આવી હતી.ત્યારે આ મિટિંગ માં જિલ્લા પંચાયત અને  તાલુકા પંચાયત ના સદસ્યો તેમજ જુદા જુદા ગામ ના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સરપંચો,અને ભાજપ ના કાર્યકરો મોટી શખ્યામાં હાજર રહિયા હતા .

જ્યારે આ મિટિંગ માં કિરીટભાઈ પટેલ અને ગૌવરવભાઈ રૂપારેલીયા દ્વારા મીટીંગ અંગે ની રૂપરેખા આપી કાર્યકરો ને સંબોધન સાથે માર્ગદર્શન આપ્યું હતું