ધાનેરા તાલુકાના થાવર ગામે અરજીની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર પરિવારના ચાર વ્યક્તિઓ હુમલો કર્યો હતો. માં એક પોલીસ કર્મીના પગમાં સળગતું લાકડું ચાપવામાં આવ્યું હતું. બીજા પોલીસ કર્મીના પગમાં બટકું ભર્યું હતું. અને સાવરણીથી માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવી હતી.ધાનેરા તાલુકાના થાવર ગામે દિનેશભાઈ વાલાભાઈ પટેલ સામે પોલીસ મથકમાં અરજી આવી હતી. જેની તપાસ કરવા માટે અને નિવેદન લેવા માટે ધાનેરા પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશભાઈ સવજીભાઈ, અ.પો.કો. કુલદીપસિંહ, ભુરાભાઈ અને ઉમાભાઈ ગયા હતા.જ્યાં દિનેશભાઈએ પરિવારના સભ્યોને ઉશ્કેરી પોલીસને મારો આપણા ઘરે આવે જ નહિ તેમ કહેતા વાલાભાઇ દરઘાભાઇ પટેલ ઘરમાંથી સગળતું લાકડું લાવી પોલીસ કર્મી ઉમાભાઇના પગમાં ચાંપ્યું હતુ. તેમજ રમેશભાઇના પગમાં બચકું ભર્યુ હતુ.કેશીબેન વાલાભાઇ પટેલે સાવરણીથી હૂમલો કર્યો હતો. જ્યારે દિનેશભાઇ ગજાભાઇ પટેલ લાકડી લઇ મકાનના રસોડાના ભાગે ચડી નીચે પડ્યો હતો. જે તમામની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પોલીસ કર્મી રમેશભાઇએ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं