પંજાબ રાજ્યનાં રૂપનગર જીલ્લાનાં સમકૌર સાહિબ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભગાડીને લાવેલ કિશોરી તથા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ અમરાઇવાડી પોલીસ
મેં.પો.કમિ.શ્રી અમદાવાદ શહેર તથા અધિક પો.કમિ.શ્રી સેક્ટર-ર સાહેબની સુચનાથી નાયબ પોલીસ કમીશ્નરશ્રી ઝોન-૫ સાહેબ તથા મ પો.કમિ.શ્રી આઇ" ડીવીજન સાહેબ નાઓએ પરપ્રાતિય વિસ્તારનાં વોન્ટેડ આરોપીઓ પકડવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ એ.એ.ખુમાણ તથા આસી.સબ.ઇન્સ. મહેન્દ્રસિંહ રામસિંહ બ.નં.૩૯૫૦ નાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એ.એ.ખુમાણ નાઓને
ખાનગી બાતમી હકીકત મળેલ કે અમરાઇવાડી સંતોષીનગરમાં એક છોકરી નામે નવનીતકોર ડો/ઓ અવતારસિંગ મજબી ઉવ.૧૫ રહેવાસી- ડકીહીરા સમકોર જી- રૂપનગર પંજાબ નાઓ પંજાબ થી ભાગીને આવી
એક છોકરો નામે નારરાવ ગણપતભાઇ મકવાણા ઉવ.૨૧ નાઓ સાથે ઉભેલ છે જે બાતમી આધારે સદરી જગ્યાએ જઇ તપાસ કરતા મળી આવતા તેઓની સ્થળ ઉપર પુછપરછ કરતા તેઓ પંજાબ રાજયથી ભાગીને આવેલ છે તેમ જણાવતા તેઓનાં વતન પોલીસ સ્ટેશન ચમ્પકોરમાં તપાસ કરતા આ બાબતે પંજાબ રાજયનાં જી.રૂપનગરનાં સમકોર સાહિબ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૦૧૯/૨૩ ઇ.પી.કો. કલમ ૩૩,૩૬૬ મુજબની ફરીયાદ દાખલ થયેલ હોય.
જેથી બન્નેને અત્રેના અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી અને સદરી આરોપી નારરાવ ગણપતભાઇ મકવાણા ઉવાર રહેવાસી- સંતોષીનગર નૃતતયુગનગર લટકેશ્વર અમરાઇવાડી અમદાવાદ શહેર નાને તા.૦૫/૦૩/૨૦૨૩ ના કલાક ૧૫/૦૦ વાગે પકડી કોરોન્ટાઇન રાખી પંજાબ રાજ્યના રૂપનગર જીલ્લાનાં ચમ્પકોર પોલીસ સ્ટેશન સોંપવા આગળની કાર્યવાહી હાથ ધરી બારનાં રાજ્યમાંથી નાની ઉંમરની છોકરીને ભગાડી અત્રે લઇ આવનાર આરોપીને તેમજ ભોગ બનનાર છોકરીને પકડી સરાહનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી
:- પો.સબ.ઇન્સ. એ.એ.ખુમાણ તથા આસી.સબ.ઇન્સ.મહેન્દ્રસિંહ રામસિંહ બ.નં.૩૯૫૦
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.