કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ દાણીલીમડા ચંડોળા પેટ્રોલ પંપ

સામેથી આરોપી મુજીબ સ/ઓ મોબીન ગુલામમોહંમદ અંસારી, ઉ.વ.૩૪, રહે. બી/૧૨૫

હજરત કલંદરનગર, ન્યુ ફૈસલનગરની બાજુમાં, દાણીલીમડા અમદાવાદ શહેર. મુળ ગામ

શેખનગાંવ, જી.અમેઠી, ઉત્તરપ્રદેશ ને ઝડપી તેની પાસેથી (૧) સિંગલ બેરલ ૧૨ બોરનો દેશી

બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- (૨) ૧૨ બોરના કારતુસ નંગ-૧૨

કિ.રૂ.૧૨૦૦/- (૩) મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૩૦૦૦/-(૪) કાપડની ટીફીન બેગ-

કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૯૨૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી ડી.સી.બી.

પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૨૦૧૦૭/૨૦૨૨ ધી આર્મ્સ એક્ટ કલમ

૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ કરી,આગળની

તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ.

આ કામે પકડાયેલ દેશી બનાવટનો તમંચો તથા કારતુસ આરોપી કોની પાસેથી

અને કયા હેતુથી લાવેલ છે. તેમજ આ હથિયારનો ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે. તે બાબતે

આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ તપાસ ચાલુ છે.

આ કામે પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકારના કોઈ ગુનાઓ

આચરેલ છે કે કેમ ? તે બાબતે તેની પુછપરછ તપાસ ચાલુ છે.