સનેસડા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 નો વિદાય સમારોહ યોજાયો.. ભાભર તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સનેસડા ખાતે તા. 10/03/2023 ને શુક્રવારના રોજ ધોરણ 10 અને 12 નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ભૂપતજી વાઘેલા, ગામના આગેવાન એવા શ્રી કાંતિલાલ વાઘેલા, વેદાંત હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી CRC કો - ઓર્ડીનેટર શ્રી પ્રતાપજી ઠાકોર, સનેસડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પૂરણપોળી ગોસાઈ અને સ્ટાફ મિત્રો, શાળાની SMDC ના સભ્યો, સદારામ શિક્ષણ સમિતિના સભ્યો, શાળા - પરિવારના સભ્યો તેમજ ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી જીતેશભાઇ રામી, ઉપાચાર્ય શ્રી મુકેશભાઈ સોલંકી એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી, તેમજ વેદાંત શાળા ના આચાર્ય શ્રી CRC પ્રતાપજી ઠાકોર અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પરિક્ષાથી નાસીપાસ ન થઈ તેનો સામનો કરવા સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષણ કાર્યમાં સતત અગ્રેસર રહેતા સદારામ શિક્ષણ સમિતિના શ્રી કાંતિલાલ વાઘેલા એ ધોરણ 10માં જે વિદ્યાર્થિની પાસ થઈને ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે તો તેમની અડધી ફી પોતાના તરફથી ભરવાનું વચન આપ્યું હતું. તેમજ શાળાને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે પોતે હાજર રહેશે એવું પણ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના પલ્કેશજી ઠાકોર દ્વારા શુભેચ્છા સંદેશ આપી સૌ છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળા પરિવાર ના ગોવિંદભાઈ પારંગી, વિષ્ણુભાઈ મકવાણા, હિતેશભાઈ પંડ્યા, મુકેશભાઈ દેસાઈ અને પ્રધાનજી વાઘેલા એ કર્યુ હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MONIN LAUNCHES INDIAN FLAFSHIP EXPERIENCE STUDIO
MONIN LAUNCHES INDIAN FLAFSHIP EXPERIENCE STUDIO
જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા...
જિલ્લાના પ્રવાસન સ્થળોપરકોઈઅનિચ્છનીય બનાવ ના બને માટે જિલ્લા વહીવટ તંત્ર સજ્જ કલેક્ટરેપ્રતિક્રિયાઆપી
જિલ્લાના પ્રવાસન સ્થળોપરકોઈઅનિચ્છનીય બનાવ ના બને માટે જિલ્લા વહીવટ તંત્ર સજ્જ કલેક્ટરેપ્રતિક્રિયાઆપી
કલેકટર રમેશ મેરજાની બુલેટિન ઈન્ડિયા સાથે ખાસ વાતચીત
#buletinindia #gujarat #bhavnagar
केजरीवाल की CBI केस में न्यायिक हिरासत खत्म:राउज एवेन्यू कोर्ट में सुनवाई आज
दिल्ली शराब नीति से जुड़े CBI केस में सीएम अरविंद केजरीवाल की न्यायिक हिरासत पर आज सुनवाई होगी।...