સનેસડા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 નો વિદાય સમારોહ યોજાયો.. ભાભર તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સનેસડા ખાતે તા. 10/03/2023 ને શુક્રવારના રોજ ધોરણ 10 અને 12 નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ભૂપતજી વાઘેલા, ગામના આગેવાન એવા શ્રી કાંતિલાલ વાઘેલા, વેદાંત હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી CRC કો - ઓર્ડીનેટર શ્રી પ્રતાપજી ઠાકોર, સનેસડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પૂરણપોળી ગોસાઈ અને સ્ટાફ મિત્રો, શાળાની SMDC ના સભ્યો, સદારામ શિક્ષણ સમિતિના સભ્યો, શાળા - પરિવારના સભ્યો તેમજ ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી જીતેશભાઇ રામી, ઉપાચાર્ય શ્રી મુકેશભાઈ સોલંકી એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી, તેમજ વેદાંત શાળા ના આચાર્ય શ્રી CRC પ્રતાપજી ઠાકોર અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પરિક્ષાથી નાસીપાસ ન થઈ તેનો સામનો કરવા સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષણ કાર્યમાં સતત અગ્રેસર રહેતા સદારામ શિક્ષણ સમિતિના શ્રી કાંતિલાલ વાઘેલા એ ધોરણ 10માં જે વિદ્યાર્થિની પાસ થઈને ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે તો તેમની અડધી ફી પોતાના તરફથી ભરવાનું વચન આપ્યું હતું. તેમજ શાળાને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે પોતે હાજર રહેશે એવું પણ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના પલ્કેશજી ઠાકોર દ્વારા શુભેચ્છા સંદેશ આપી સૌ છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળા પરિવાર ના ગોવિંદભાઈ પારંગી, વિષ્ણુભાઈ મકવાણા, હિતેશભાઈ પંડ્યા, મુકેશભાઈ દેસાઈ અને પ્રધાનજી વાઘેલા એ કર્યુ હતું...