ડીસા સહીત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 અને 6 માર્ચે માવઠાની આગાહી કરાઇ હતી. જે મુજબ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં રાજ્યમાંઅનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારોમાં બરફના કરાનો વરસાદ પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહીના કારણે  તંત્ર દ્વારા ખેડૂતોને વરસાદ થવાની આગાહી હોવાથી પોતાનો માલ પલડે નહીં તે દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. જો કે 5 અને 6 માર્ચે ખેડૂતોને કાપણીની સિઝન હોઈ મોટાભાગના ખેડૂતોનો માલ પલળી જતા ભારે નુકસાન થયું હતુ. હજુ તમાકુ , જીરું , વરિયાળી તેમજ ઘઉંનો પાક લેવાની સીઝન ચાલી રહી છે. તથા ઘણા ખેડૂતોને કાપણી કરવાની બાકી છે, ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 માર્ચના રોજ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા પસરી ગઇ છે.!

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं