સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી છે. EDએ PMLA અંતર્ગત અડધી રાતે એટલે કે 12 વાગ્યે સંજયની ધરપકડી કરી હોવાનું જણાવ્યું છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત EDની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારબાદ સુનિલ એક બેગ સાથે અંદર જતા જોવા મળ્યા હતા. EDએ સંજયને રવિવાર સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા હોવાની જાણ કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

  • પાત્રા ચોલ મામલે EDની કાર્યવાહી
  • સાડા 6 કલાકની પૂછપરછ ચાલી સંજય રાઉતની
  • મધરાતે સંજય રાઉતની ધરપકડ કરી
  • સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

સંજય રાઉતની ધરપકડ અંગે તેમના ભાઈ સુનિલે જાણકારી આપી હતી. આ સાથે જણાવ્યું હતું કે, ઇડી સંજયથી ડરે છે. તેથી તેમની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજ દેખાડી સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ધરપકડ માત્ર તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે. જે પણ રૂપિયા મળ્યાં છે તે શિવ સૈનિકોના અયોધ્યા પ્રવાસના હતા. તે પૈસા પર એકનાથ શિંદે અયોધ્યા યાત્રા લખ્યું પણ છે. ઈડીની ઓફિસ બહાર કેટલાક શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે.