બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા બેદરકાર તલાટીઓને ધાનેરા ટીડીઓએ બેદરકારી બદલ નોટિસ ફટકારી છે.. ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા બેદરકાર 15 જેટલા તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. જ્યારે ટીડીઓ દ્વારા whatsapp મેસેજ થી લાઈવ લોકેશન તલાટીઓનું મંગાવ્યું ત્યારે બેદરકાર તલાટીઓની પોલ ખુલ્લી હતી.. ધાનેરામાં અનેક તલાટીઓ ગ્રામ પંચાયતની ઓફિસમાં જવાની જગ્યાએ ધાનેરા તાલુકા પંચાયત આગળ આંટા ફેરા મારતા હોય છે જેની રજૂઆતને લઈને ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 15 જેટલા તલાટીઓની ગેરહાજરી સામે આવતા 15 જેટલા તલાટીઓને નોટિસ ફટકારીને તમામ તલાટીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.. ખુલાસા બાદ તલાટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગામ પંચાયતો માં ફરજ બજાવતા તલાટીઓને ધાનેરા ટીડીઓએ બેદરકારી બદલ નોટિસ ફટકારી છે
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_eed11e6bc07e3ea5cc8e978721cb8f61.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)