સોમનાથ ભાવનગર હાઇવે પર ઉનાના રાણવશી ગામના પાટિયા નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કાર સ્પીડમાં આવતી હોય અકસ્માત સર્જાતા હાઇવેથી 50 ફુટ દૂર કાર ફંગોળાઈ જઈ દિવાલ સાથે અથડાતા પલ્ટી ખાઈ કારમાં ચાલકોને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલું છે.ઉનાના સોનારી ગામે રહેતા દેગણભાઇ વીરાભાઇ સોલંકી બાઈક પર સીમાસીથી પરત પોતાના ગામે ઘરે જતાં હતાં. ત્યારે તાલુકાના રાણવશી ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં અસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દેગણભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના હોસ્પિટલે ખસેડાયેલા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે હાઇવે રોડ પરથી પાંચ જેટલી ગુલાંટ મારતાં રોડની સાઈડમાં પચાસ ફૂટ દૂર ફંગોળાઇ ગયેલી અને વાડીની દીવાલમાં ધડાકાભેર અથડાતા પલટી ખાઇ ગઈ હતી. તેમજ કાર ચાલક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યના પુત્ર અલ્પેશભાઈ હરિભાઈ ચોહાણને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરેલી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું || સબંધ ભારત ન્યૂઝ ||
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું || સબંધ ભારત ન્યૂઝ ||
વઢવાણ તાલુકાના રૃપાવટી ગામે 7 શખ્સોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ
વઢવાણ તાલુકાના રૃપાવટી ગામે રહેતા દિપકભાઇ દેવુભાઇ મારૃણીયાને ગામના જ અમુક શખ્સો પરેશાન કરતા હતા...
અમુલ ભાવના ખરીદ ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં હર્ષની લાગણી
અમુલ ભાવના ખરીદ ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં હર્ષની લાગણી
ગુજરાતનું ગૌરવ: મોઢેરા બનશે દેશનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ
મહેસાણા : સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ...