પાવીજેતપુર તાલુકામાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો બની ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
પાંચ સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મદિવસ હોય જેને વર્ષોથી શિક્ષક દિન અથવા સ્વશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની શાળ શ્રીમતી વી આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માં જુનિયર થી ધોરણ ૧૨ સુધીના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં ધોરણ એક થી ચાર માં નાના ભૂલકાઓ એ ૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
પાવીજેતપુર સન રાઈઝ અંગ્રેજી માધ્યમિક શાળામાં ૫૦ જેટલા બાળકોએ શિક્ષકો તરીકે ભાગ લીધો હતો. આ સમયે આચાર્ય બાળકોને શિક્ષક દિન વિશે વિસ્તારથી સમજ આપી હતી તેમ ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે જનતા ઝેરોક્ષવાળા હનીફભાઈ પઠાણ દ્વારા શિક્ષકદિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પેન આપવામાં આવી હતી. તાલુકાની અન્ય શાળાઓ ભેંસાવહી હાઈસ્કૂલ, ડુંગરવાંટ હાઇસ્કુલ, તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિક્ષક બની સ્વ શાસન દિનની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આમ, પાવીજેતપુર તાલુકાની વિવિધ શાળાઓમાં ૫ સપ્ટેમ્બર ના રોજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો, પટાવાળા બની સ્વશાસન દિનની ખૂબ જ ઉત્સવ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.