હિન્દૂ હિત રક્ષા સમિતિ નો વિરોધ , કાલી પટ્ટી બાંધી હાથો મા મોહનથાળ ચાલુ કરો ચીક્કી ને નાબૂદ કરો ના પોસ્ટર સાથે દર્શાવ્યો વિરોધ

શક્તિપીઠ અંબાજી મા માતાજી ને ધરાવતો મોહનથાળ બંદ કરી ચીક્કી નો પ્રસાદ ચાલુ કરતા વિરોધ બંદ નથી થઈ રહ્યો છે. તમામ હિન્દૂ સમાજ મા નારાજગી જોવા મળી રહ્યી છે. સાથે સાથે દેશ વિદેશ મા રેહતા કરોડો માઇભક્તો ની લાગણી ને ઠેસ પહુચાડાતો વહીવટી તંત્ર ના આ નિર્ણય સામે તમામ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે. આજે હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા 51 શક્તિપીઠ સર્કલ પર આ નિર્ણય ને લઈ વિરોધ પ્રદર્શન કરવા મા આવ્યું હતું.

આજે મોડી સાંજે અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કાલી પટ્ટી બાંધી અંબાજી મંદિર મા મોહનથાળ પ્રસાદ બંધ કરાવતા વિરોધ પ્રદર્શન કરાયું હતું. અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ પર હિન્દુ રક્ષા સમિતિ ના સભ્યો ભેગા થઈ હાથ પર કાલી પટ્ટી બાંધી મૌન ધારણ કરી અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદ ના નિર્ણયો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંબાજીમાં માતાજીના મંદિર માં સાત દિવસથી મોહનથાળ પ્રસાદ ને બંધ કરાતા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો વિવિધ સંગઠનો અને આગેવાનો સાથે દેશભરમાંથી આવતા ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આજે અંબાજીમાં હિન્દુ રક્ષા સમિતિ દ્વારા હાથો પર કાલી પટ્ટી બાંધી અને હાથોમાં ચીકીને નાબૂદ કરો અને મોહનથાળ પ્રસાદ ચાલુ કરો ના પોસ્ટરો લઈ મૌન ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.