હાલોલ નગરના ફુલાભાઈ પાર્ક ખાતે રહેતા કલ્પેશભાઈ સુખરામભાઈ શાહે હાલોલ જીઆઇડીસી ખાતે સંભવ પ્લાસ્ટિક નામની પ્લાસ્ટિકના દાણાનું પ્રોડક્શન કરતી કંપની ચલાવતા અને હાલોલ નગરના ગોધર રોડ પર વી.એમ.સ્કૂલ સામે શંખેશ્વર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા પ્રવીણભાઈ એમ. જૈનને મિત્રતાના નાતે વર્ષ 2016 માં ટુકડે ટુકડે કરી કુલ 3,96,000/- જેટલી રકમ હાથ ઉછીના પેટે આપી હતી જે રકમની મુદ્દત થતા કલ્પેશભાઈએ પ્રવીણભાઈ પાસેથી પરત માંગણી કરતા પ્રવીણભાઈએ બેન્ક ઓફ બરોડા દુણીયા શાખાનો 3,96,000/- ચેક આપ્યો હતો જેમાં ફરિયાદી કલ્પેશભાઈએ ઉપરોક્ત ચેક પોતાના એક્સિસ બેન્ક હાલોલ શાખાના ખાતામાં ભરતા ચેક રિટર્ન મેમાં સાથે બીજા દિવસે પરત ફર્યો હતો જે બાદ પણ કલ્પેશભાઈએ પોતાની રકમ પરત આપવા માટે પ્રવીણભાઈને નોટિસ પણ પાઠવી હોવા છતાં તેઓએ આ બાબતને ન ગણકારી તેઓની રકમ પરત ન કરતા ફરિયાદી કલ્પેશભાઈ એ તારીખ 02/03/2019 ના રોજ આ બાબતે હાલોલ એડિશનલ ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં ફરિયાદ હાલોલ કોર્ટમાં ચાલી ગઈ હતી જેમાં ફરિયાદી પક્ષના વકીલ રૂદ્રેશ ત્રિવેદીની ધારદાર અસરકારક દલીલો તેમજ રજૂ કરેલ પુરાવાના આધારે હાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચેતનાબેન પટેલે આરોપી પ્રવીણભાઈ એમ.જૈનને એક વર્ષની કેદની સજા અને વળતર પેટેની 3,96,000/- ની રકમ દીન 30 માં ચૂકતે કરવા માટેનો હુકમ કર્યો હતો જેમાં જો 3,96,000/- રૂ. ની રકમ દીન 30માં ચૂકતે નહીં કરે તો વધુ ત્રણ માસની સજાનો પણ હુકમ કર્યો હતો જેમાં ચેક ઉપર નાણા લઈ નાણા પરત ન કરતા તત્વોમાં કોર્ટના આ ચુકાદાથી ચકચાર સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
હાલોલ ખાતે ચેક રિટર્ન થવાના કેસમાં પ્લાસ્ટિક કંપનીના માલિકને હાલોલ નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની સજા ફટકારવામાં આવી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_2465acd4d9b3907a7bf27da76bb0c887.jpg)