*વૈદિક હોળી*વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ની સનાતની પરંપરા* લવાણા ગામે આમ તો વર્ષોથી હોલિકા દહન હોળીના દિવસે થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા ભુલાતી જતી હોય એવું લાગતું હતું. આ વર્ષે ગામના યુવાનોએ વૈદિક હોળી કરવાનું નક્કી કર્યું. તે માટે ગાયના છાણમાંથી ગામના લોકોએ હોળકા બનાવ્યા અને હોળીના દિવસે જૂની પરંપરા મુજબ ગામના લોકો ગામના ચોરેથી બે ધજાઓ અને ઢોલી સાથે વાજતે ગાજતે હોલિકા દહન જગ્યાએ આવ્યા. ત્યાં પરંપરા મુજબ પ્રજાપતિ સમાજ દ્વારા ચોમાસાનો વર તારો કેવો રહેશે તે જોવા નાની માટલી માં સાત પ્રકારના ધાન્ય અને ચાર માટીના કળશ ખાડો ખોદી અંદર મૂકી ઉપર હોળી પ્રગટાવવામાં આવી અને હોલિકા દહન વખતે ગામના નવ પરણિત યુવક યુવતીઓએ અને આ વર્ષે જન્મેલ બાળકોએ હોળીની પ્રદક્ષિણા કરી. બીજા દિવસે સવારે કળશ અને ધાન્ય બહાર કાઢતા આ વર્ષે વરસાદ અને ધાન્ય સારા થશે એવો અભિપ્રાય જેઠાભાઈ પ્રજાપતિ અને ઈશ્વરભાઈ પ્રજાપતિ આપ્યો. આ વૈદિક હોળીમાં સહયોગ આપનાર મિત્રોમાં વડીલ જેઠાભાઈ પ્રજાપતિ,રામભાઈ રાજપુત,ભલજીભાઈ વાઘેલા (તાલુકા ડેલિકેટ) ઈશ્વરભાઈ પ્રજાપતિ, ભરત નાઈ, સુમિત જૈન ,ભરત મોઢ ,સુબાજી રાજપુત, ઢેગા દેસાઈ, વાહજી ચૌહાણ ,હરજી વાઘેલા, સોમભાઈ દેસાઈ, સોમાભાઈ વાલ્મીકિ વગેરે અનેક મિત્રોએ મહેનત કરી પરંપરાને જાળવવા ઉત્સાહ પૂર્વક પ્રયત્ન કર્યો એ બદલ તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર. ....