બસ સ્ટેશનમાં રેસ્ટ રૂમનો પણ અભાવ નાઇટમાં આવતી બસોના ડ્રાઇવર કંડકટરને સુવા માટે પડતી મુશ્કેલીઓ.

ફતેપુરા બસ સ્ટેન્ડ મા છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફતેપુરા બસ સ્ટેશનની અંદર મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ અમુક કારણોસર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલમાં પડી છે ત્યારે રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ફતેપુરા તાલુકો રાજસ્થાન બોર્ડરથી અડીને આવેલો તાલુકો છે ત્યારે રાજસ્થાનથી તેમજ ગુજરાત થી મોટાભાગના લોકો મજૂરી કામથી બહારગામ જતા હોય છે ત્યારે રાત્રિના સમયે મોટાભાગની બસ પરત ફરતી હોય છે ત્યારે વહેલી સવારે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા ના સમય દરમિયાન બસ બસ સ્ટેશનમાં આવતી હોય છે ત્યારે બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટ ન ચાલતું હોવાથી અંધારું છવાઈ જાય છે ત્યારે બહારથી મજૂરી કામ કરીને આવતા લોકોને અંધારામાં પોતાના જાન માલને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે તો તદ ઉપરાંત બહારગામ થી આવીને બસ ફતેપુરા બસ સ્ટેશનમાં નાઈટ રહેતા બસ ડ્રાઇવર અને કંડકટરની સુવા માટે એક જ રૂમની વ્યવસ્થા છે જ્યારે રૂમ નાનો હોવાથી મોટી સંખ્યામાં નાઈટ રોકાતી બસો ના ડ્રાઇવર કંડકટરની સંખ્યા વધારે હોવાથી ડ્રાઇવર અને કંડકટરને સુવાની તકલીફ પડે છે ત્યારે બાજુમાં બંધ રહેલા મહિલા કંડક્ટર રેસ્ટ રૂમને ખોલીને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.