ડીસા રાણપુર રોડ પર આજે વહેલી સવારે મજૂરો ભરીને બટાટામાં તોલમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. અચાનક સામે રોંગ સાઈડમાં ટ્રેક્ટર આવી જતા જીપડાલા ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ખેતરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 જેટલા મજુરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અત્યારે બટાટા નિકાળવાની સિઝન ચાલી રહી છે ત્યારે ડીસા થી મજૂરો ભરીને એક જીવડાલુ રાણપુર તરફ જઈ રહ્યું હતું. તે સમયે અચાનક સામે રોંગ સાઈડમાં ટ્રેક્ટર આવી જતા જીપડાલાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મજૂરો ભરેલી ગાડી ખેતરમાં ઘુસી જતા અકસ્માત સજાયો હતો.

અકસ્માતમાં જીપડાલા માં બેઠેલા મહિલાઓ અને યુવતીઓ સહિત 10 જેટલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મજૂરો ને બહાર કાઢ્યા હતા જ્યારે આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા