ખંભાત તાલુકાના રોહિણી મુકામે વીજ ચેકીંગમાં ગયેલા પેટલાદ વિભાગીય કચેરીના વિજિલન્સ ખાતાના જુનિયર ઈજનેરને મહિલા સહિત ચાર જણાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતીનુસાર, છ માસથી પેટલાદ વિભાગીય કચેરી ખાતે વિજિલન્સ ખાતામાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા અષીત પંકજભાઈ પટેલ શનિવારે હેડ ઓફિસની સૂચના અંતર્ગત વીજ ચેકીંગની કામગીરી માટે સ્ટાફ સાથે રોહિણી ગામે નેમિનાથ ફળિયામાં ગયા હતા.જ્યાં વીજ ચેકીંગ દરમીયાન એક શખ્સ વીજ ચોરી કરતા ઝડપાઇ ગયો હતો.જેથી નિયમ મુજબ કાર્યવાહી માટે વીજ મીટર કાઢવાની સૂચના આપતા એક જ દમ નિર્મળાબેન ભરતભાઈ જાદવ તેમજ અન્ય ત્રણ ઈસમોએ વીજ કંપનીની ટીમ પર હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી અષિત પંકજભાઈ પટેલની ફરિયાદને આધારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

(સલમાન પઠાણ-ખંભાત)