જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર ખાતે બે દિવસ માટે ઓપન ગુજરાત ટેબલ ટેનિશ ઇનવીતેશન નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આજે તેમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યકમ કેશોદ ખાતે ની આઝાદ ક્લબ માં યોજવામાં આવ્યો છે કેશોદ આઝાદ ક્લબ આઝાદી ના સમય થી જ રમત ગમત ક્ષેત્રે કાર્યરત છે 

કેશોદ ખાતે યોજવામાં આવેલ આ ટુર્નામેન્ટ માં તમામ ખેલાડીઓ માટે રહેવા તથા જમવા માટે ની તમામ સુવિધાઓ દાતાશ્રીઓ ના સહયોગથી કરવામાં આવી છે જ્યારે આ ટુર્નામેન્ટ માં ગુજરાત રાજ્ય ના સ્ટાર રેન્ક ધરાવતા  ખેલાડીઓ પોતાનું આગવું કોવશલ્ય દર્શાવી ને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું આગવું નામ બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી 

ત્યારે આ કાર્યક્રમ ના શુભારંભ માં કેશોદ નગરપાલિકા ના લભુબહેન પીપલીયા, કેશોદ પોલીસ સ્ટેશનના dysp બી.સી.ઠક્કર સાહેબ,તેમજ આઝાદ ક્લબ ના ટ્રસ્ટી અને હોદેદારો હાજર રહિયા હતા અને તેમની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યારે કાર્યકમ માં આવેલ મહેમાનો ની આઝાદ ક્લબ ના હોદેદારો દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.