ડીસા તાલુકા પંચાયત હોલમાં સાધારણ સભા યોજાઈ..

પંચાયતની નવી બિલ્ડીંગ બનાવાની કામગીરી ખાતમુહૂર્ત કરવાનો કરાયો ઠરાવ..

ડીસા તાલુકા પંચાયત આજે ચાલુ બોડીની છેલ્લી સામાન્ય સભા અને બજેટ સભા યોજાઈ હતી. જેમાં વર્ષ 2023 -24 નું રૂપિયા 85.57 લાખની પૂરાંત વાળું બજેટ સરવાનુંમતે મંજૂર કરાયું હતું. જ્યારે ડીસા તાલુકા પંચાયતની નવીન કચેરી જૂની જગ્યાએ જ બનાવવાનો પણ સર્વનુમતે ઠરાવ કરાયો હતો.

ડીસા તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતી હોઇ વર્તમાન બોર્ડની છેલ્લી સામાન્ય સભા અને બજેટ બેઠક ડીસા તાલુકા પંચાયત સભા ગૃહમાં તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન બોકરવાડિયા ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સભામાં સૌપ્રથમ વર્ષ 2022-23 નું સુધારેલું અને વર્ષ 2023 - 24 નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાતા રૂપિયા 85,57,112 ની પુરાત વાળું બજેટ સર્વે સભ્યોની સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.બેઠકમાં મુખ્ય બે મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમાં ડીસા તાલુકા પંચાયત કચેરીના નવીન મકાન માટે સરકાર દ્વારા રૂપિયા અઢી કરોડની ગ્રાન્ટ ફાળવાયા બાદ નવીન કચેરી હાલની જગ્યાથી ખસેડી ડીસાના ન્યુ ટીસીડી ફાર્મ મેદાન ખાતે બનાવવાનું નક્કી કરાયું હતું. જોકે આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ની અનુમતિથી કારોબારી ચેરમેન એન.સી. ટાંકે રજૂઆત કરી હતી કે ,નવીન કચેરી જૂની કચેરી તોડીને તે જ જગ્યા ઉપર બનાવવા અમે આવે જેને સર્વ સભ્યોએ સંમતિ આપતા નવીન કચેરી જૂની જગ્યા પર જ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.આ સિવાય હાલની બોડી ચાલુ હોઇ નાણાપંચની નવી ગ્રાન્ટ ચાલુ સદસ્ય કહે તે પ્રમાણે તેમની સંમતિથી જ વપરાય તે અંગે પણ તમામ સભ્યોની સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો હતો.