ખંભાતમાં ડ્રમનગરીમાં અકીક ચોરોએ તરખાટ મચાવ્યો હતો.જેમાં ગતરોજ બે અકીક ફેક્ટરીઓમાંથી અકીકની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી.ત્યારબાદ ગણતરીના કલાકોમાં ખંભાત પોલીસે અકીકની ચોરી કરનાર ત્રણ ઈસમોને 2.70 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.

ખંભાત પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ. પો.કો મહેન્દ્રસિંહ અને અ. પો.કો પ્રદીપસિંહને બાતમી મળી હતી કે ખંભાત ડ્રમનગરી જેલ પાછળના રોડ પર ત્રણ ઈસમો સી.એન.જી રિક્ષામાં પ્લાસ્ટીકના મીણીયાની થેલીઓમાં તથા પ્લાસ્ટીકનક પોલીથીન થેલીઓમાં અકીકને લગતો સરસામાન લઈને ક્યાંય વેચવા જઇ રહ્યા છે તેવી બાતમીને આધારે પોલીસ જવાનો સ્થળે જઈ રીક્ષાને કોર્ડન કરી ઉભા રાખી ત્રણ ઇસમોને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો.જેથી ત્રણેય ઇસમોને નામઠામ પૂછતાં પરવેઝખાન ઉર્ફે પીવો પીરખાન પઠાણ (રહે.બાદરાબુરજ,ખંભાત), મયુદીન ઉર્ફે બલ્લી બાબુભાઇ ગરાસિયા (રહે.પાંચ હાટડી,ખંભાત), મોઇન ઉર્ફે મંડાઈ સીદીકભાઈ શેખ (જૂની મંડાઈ,ખંભાત) ઝડપી પાડ્યા હતાં.તેમજ રિક્ષામા રહેલ અકીકનો 2.70 લાખનો અલગ અલગ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)