ખંભાત તાલુકાના નાના ક્લોદરા ખાતે આવેલી વાજબી ભાવના દુકાનના સંચાલક સંદિપ.બી.મકવાણા દ્વારા સમયસર આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાનું વિતરણ ન કરતા હોવાનું તથા અન્ય બાબતોની ફરિયાદ મળી હતી.જેના અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ કરતા સમયસર જથ્થો વિતરણ ન કરાતા હોવાનું તેમજ નિયમિત દુકાન ન ખોલવાની ક્ષતિઓ સામે આવી હતી.આ ઉપરાંત રજીસ્ટર તથા રકર્ડ પણ નિભાવતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.જેથી આવી ગંભીર બેદરકારીને કારણે જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.શાહે કલેકટરના માર્ગદર્શન હેઠળ ૯૦ દિવસ માટે પરવાનો મોકૂફ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368