ભવન્સ કૉલેજ - ડાકોરમાં M.Sc.Chemistry Department દ્વારા "National Science day" ઉજવવામાં આવ્યો.

ભારતીય વિદ્યાભવન, ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ શ્રી ઈશ્વરલાલ એલ.પી. આર્ટ્સ-સાયન્સ & શ્રીમતી જશોદાબેન શાહ કોમર્સ કૉલેજનાં M.Sc.Chemistry Department દ્વારા તારીખ 28/02/2023 નાં રોજ "National Science day"ની ઉ ઉજવણી કરવામાં આવી. જેમાં કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ. ટી. આર. ત્રિવેદીએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. કૉલેજના આર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉ.એ.કે. ચૌધરી, નેક કૉ-ઓર્ડીનેટર ડૉ. સહજ ગાંધી, PG વિભાગના ઇન્ચાર્જ ડૉ. વિરલ પટેલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આજના દિવસનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો, સમગ્ર કાર્યક્રમમાં "નેશનલ સાયન્સ ડે" વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું, જેમાં વૈજ્ઞાનિક સી.વી. રામનનાં જીવન સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોની રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાયન્સ આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે તે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સિવાય M.Sc. વિભાગનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. મેહુલ વણકરે કર્યું હતું અને આભારવિધિ P.G. વિભાગના ઇન્ચાર્જ ડૉ. વિરલ પટેલે કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રીપોર્ટર = અનવર સૈયદ