સિહોર પોલીસ દ્વારા ઈ- એફ.આઇ.આર. અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો સિહોર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકો માં e -FIR અંગે જાગૃતિ ફેલાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે. ડી. ગોહિલના નેતૃત્વમાં સિહોરની શ્રીમતી જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં નાગરિકોમાં સરકારશ્રી દ્વારા તાજેતરમાં સિટીઝન પોર્ટલ એપ ઉપર શરૂ કરેલ e -FIR અંગે તથા સાઇબર ક્રાઇમ અંગે જનજાગૃતિ લાવવા સારું ભાવનગર રેન્જના આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવના માર્ગદર્શન દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિન્દ્ર પટેલની સૂચનાથી તેમજ પાલીતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.એમ સૈયદની નિગરાની હેઠળ સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી ગોહિલ દ્વારા તેમજ હે.કો.શ્રી ડી.કે. ચૌહાણ, ક્રાઇમ વિભાગના પો.કો.ગૌતમભાઈ દવે સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં આજરોજ આ સેમિનાર યોજાયો હતો.સિહોર શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યશ્રી અમીષાબેન પટેલ, ખાસ અતિથિ વિશેષ તરીકે સિહોરના સામાજીક કાર્યકર અને શંખનાદ ન્યુઝ ચેનલના પત્રકાર તેમજ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખશ્રી મિલનભાઈ કુવાડીયા આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સાથે શાળાના અન્ય સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈ- બહેનોએ e -FIR અંગે, ટેકનોલોજીના ઝડપથી થતા બદલાવો અંગેની જાણકારી મેળવી હતી.

નાગરિકોની સલામતી, સુરક્ષા સાથે અનુકૂળતા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઓનલાઇન એફ.આર.આઇ.ની સુવિધા અંતર્ગત સિટીઝન પોર્ટલ એપ ઉપર e - FIR ની સુવિધા અંતર્ગત સિટીઝન પોર્ટલ એપ ઉપર e-FIR નું નવું સર્જન ઉમેરવામાં આવેલ છે.

જેના ઉપયોગ અને લાભ અંગે જનજાગૃતિ લાવવા માર્ગદર્શન આપી તેના માધ્યમથી આ એપ બાબતે તેઓના પરિવારને જાણ કરી એપના ઉપયોગ અને લાભ બાબતે આપવા જણાવવામાં આવ્યું હતું.તેમજ હાલમાં બનતાં સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે જાણકારી તેમજ માહિતગાર આપી માર્ગદર્શન આપવામાં આવ્યા હતાં.કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શિક્ષિકાશ્રી નંદાબેન તપોધન તેમજ પો.કો ગૌતમભાઈ દવેએ કર્યું હતું