ફરી માવઠાની આગાહી: બનાસકાંઠા જિલ્લામાં 5 અને 6 માર્ચે આગાહીના પગલે માર્કેટ યાર્ડને એંલર્ટ કરાયા, ખુલ્લામાં પડેલા અનાજને સલામત સ્થળે રાખવા સૂચના
બનાસકાંઠા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગામી 5 અને 6 માર્ચે કમોસમી વરસાદની આગાહીને લઈ સાવચેતીના પગલાં લેવા સૂચના પત્ર જાહેર કર્યો છે. જેમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના 1 માર્ચ 2023 ના ઈમેલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લાના 5 અને 6 માર્ચ ના કમોસમી વરસાદની આગાહી હોય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સબ સેન્ટરોમાં તેમજ અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગેની સુચના ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવી છે.